Accessibilty toolbox
color contrast
text size
highlighting content
zoom in
Copyright@  
Universal Acceptance Logo
Ministry of Electronics and Information Technology Logo
NIXI Logo

Features Section

ભાષાનેટ પહેલ

  • વિઝન
  • ઉદ્દેશ
  • મિશન
Globe graphic
વાસ્તવમાં બહુભાષી ઇન્ટરનેટ પૂરું પાડવા માટે, જેમાં સ્થાનિક ભાષામાં વેબસાઇટનું નામ અને સ્થાનિક ભાષામાં ઇમેઇલ આઇડી, દરેક સ્થળે સરળતાથી કાર્ય કરે છે.
Infographics of વિઝન
Globe graphic
યુઝર્સ સાથે તેમની પોતાની ભાષામાં જોડાવા માટે. ભાષાનેટ અંતરિયાળ સ્થળોમાં અને સામાજિકઆર્થિક બેકગ્રાઉન્ડ ધરાવતા લોકોને ભારતમાં બહુભાષી ઇન્ટરનેસ એક્સેસ કરવા માટે સક્ષમ બનાવી રહ્યું છે.
Infographics of ઉદ્દેશ
Globe graphic
  • સ્થાનિક ભાષામાં વેબસાઇટનું નામ અને ઇમેઇલ આઇડીના ઉપયોગને પ્રોત્સાહિત કરવા માટે.
  • સ્થાનિક ભાષાના યુઆરએલ અને ઇમેઇલ આઇડીની જાગૃત્તિને પ્રોત્સાહિત કરવા.
  • નીતિઓ અને નિયમનો વિકસાવવા.
  • ટેકનિકલ સહયોગને ટેકો આપવો.
  • વેબસાઇટ માલિકો, વેબ-ડેવલપર્સ સમુદાય, વેબ સિક્યોરિટી નિષ્ણાતોની સામેલગીરી.
Infographics of મિશન
This Infographics shows how universal acceptance works

જાહેરાતો

આઇડીએનમાં વેબસાઇટ્સ

યુનિવર્સલ એક્સેપ્ટન્સ વેબસાઇટ્સ ઇન્ટરનેશનલાઇઝ્ડ ડોમેઇન નેમ્સ (આઇડીએન) યાદીનું પાલન કરે છે

This video explains how to make your website Universal Acceptance ready and the way forward.

This video is a workshop focused on making your email platform Universal Acceptance ready.

This video is the curtain raiser event of the Universal Acceptance initiative.

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો


  • તમારા ઇચ્છિત ડોમેઇન નામની ઉપલબ્ધી તપાસોઃ  તમે તમારા ઇચ્છિત ડોમેઇનનું નામ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે કે નહીં તેની તપાસ નેશનલ ઇન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (નિક્સી)ની વેબસાઇટ અથવા ભારતીય ભાષામાં ડોમેઇન ઓફર કરતા અન્ય કોઇ .
  • રજિસ્ટ્રાર પસંદ કરવાઃ એક વખત તમે ઉપલબ્ધ ડોમેઇન નામ ઓળખી લો ત્યાર પછી તમારે ભારતીય ભાષાના ડોમેઇન્સ ઓફર કરતા રજિસ્ટ્રારને પસંદ કરવાનું હોય છે. નિક્સી ભારતીય ભાષામાં ડોમેઇન્સ ઓફર કરતી તેની વેબસાઇટ પર એક્રિડિએટેડ રજિસ્ટ્રાર્સની યાદી પૂરી પાડે છે.
  • આવશ્યક માહિતી પૂરી પાડવીઃ તમારે તમારા વ્યક્તિગત અને સંપર્કની માહિતી, તેમ જ ઇચ્છિત ડોમેઇનનું નામ અને તે લખવામાં આવ્યું હોય તે ભાષા/સ્ક્રિપ્ટ પૂરા પાડવાના રહેશે. તમારે ભારતીય ભાષાનાં ડોમેઇન્સ માટે વધારાનાં દસ્તાવેજ અથવા ખરાઇ પૂરી પાડવાની જરૂર પણ પડી શકે છે.
  • નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરોઃ એક વખત તમે આવશ્યક માહિતી પૂરી પાડી લો ત્યાર પછી, તમે રજિસ્ટ્રારની વેબસાઇટ મારફતે નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો. તમારે નોંધણીની ફી ચુકવવાની અને રજિસ્ટ્રારના નિયમો તથા શરતોને સંમત્ત થવું પડી શકે છે.
  • તમારું ડોમેઇન કન્ફિગર કરોઃ એક વખત તમારા ડોમેઇનની નોંધણી થાય ત્યાર પછી તમે તેને તમારી વેબસાઇટ, ઇમેઇલ, અથવા અન્ય ઓનલાઇન સેવાઓ સાથે ઉપયોગ કરવા માટે કન્ફિગર કરી શકો છો.

  • એ નોંધવું મહત્ત્વપૂર્ણ છે કે ભારતીય ભાષાઓમાં ડોમેઇન નામોની ઉપલબ્ધી સ્ક્રિપ્ટ અને ભાષાને આધારે અલગ અલગ હોઇ શકે છે. આ ઉપરાંત, ભારતીય ભાષામાં ડોમેઇન્સ વિશિષ્ટ આવશ્યકતાઓ અને નિયંત્રણો ધરાવી શકે છે, તેથી વધુ માહિતી માટે રજિસ્ટ્રાર અથવા નિક્સી સાથે તપાસ કરવી મહત્ત્વપૂર્ણ છે."

યુનિવર્સલ એક્સેપ્ટન્સ હાંસલ કરવા માટે, ઇન્ટરનેટ ઇકોસિસ્ટમમાં ડોમેઇન નામ રજિસ્ટ્રીઝ, ઇમેઇલ સેવા પ્રદાતાઓ, એપ્લિકેશન ડેવલપર્સ અને અન્યો સહિતના તમામ હિસ્સોદારોએ નોન-એએસસીઆઇઆઇ ડોમોઇન નામો અને ઇમેઇલ એડ્રેસને સમર્થન આપતા ટેકનિકલ ધોરણો અપનાવવા અને અમલ કરવો મહત્ત્વપૂર્ણ છે. આ ઉપરાંત, શિક્ષણ અને જાગૃત્તિ વધારવાના પ્રયત્નો સાર્વત્રિક સ્વીકૃત્તિને પ્રોત્સાહિત કરવામાં સહાય કરી શકે છે અને સુનિશ્ચિત કરે છે કે યુઝર્સ તેમની પાસે ઉપલબ્ધ વિકલ્પોથી જાગૃત્ત છે.

યુનિવર્સલ એક્સેપ્ટન્સ (યુએ) માર્ગદર્શિકાઓ તમામ ડોમેઇન નામો અને ઇમેઇલ એડ્રેસના ઉપયોગને સમર્થન આપવા માટે શ્રેષ્ઠ પદ્ધત્તિઓ અને ભલામણોનો સેટ છે, પછી તેમની સ્ક્રિપ્ટ, ભાષા અથવા ફોર્મેટ ગમે તે હોય. માર્ગદર્શિકાઓ યુનિવર્સલ એક્સેપ્ટન્સ સ્ટિઅરિંગ ગ્રુપ (યુએએસજી) દ્વારા વિકસાવવામાં આવી હતી, જે તમામ ડોમેઇનનાં નામો અને ઇમેઇલ એડ્રેસના યુનિવર્સલ એક્સેપ્ટન્સને પ્રોત્સાહિત કરવા માટે કાર્ય કરતા સમુદાયની આગેવાની હેઠળની પહેલ છે.

યુએસ માર્ગદર્શિકાઓ સોફ્ટવેર અને સિસ્ટમ ડેવલપર્સ, ડોમેઇન નામ રજિસ્ટ્રીઝ, ઇમેઇલ સેવા પ્રદાતાઓ અને ઇન્ટરનેટ સિસ્ટમ્સ અને ઉપયોગોનાં સંચાલન અને અમલમાં સામેલ અન્ય હિસ્સેદારો માટે વિગતવાર ભલામણો પૂરી પાડે છે. માર્ગદર્શિકાઓ યુનિવર્સલ એક્સેપ્ટન્સને સંબંધિત વ્યાપક શ્રેણીના વિષયોને આવરે છે, જેમાં સામેલ છેઃ

  1. ડોમેઇન નામની નોંધણી અને વહીવટ
  2. ઇમેઇલ એડ્રેસ માન્યતા અને સંચાલન
  3. આઇડીએન અમલીકરણ અને સહાય
  4. વેબ અને એપ્લિકેશન વિકાસ
  5. પરીક્ષણ અને માન્યતા
  6. યુઝર શિક્ષણ અને જાગૃત્તિ

ભારતીય ભાષાઓમાં ઇમેઇલ આઇડી પ્રાપ્ત કરવા માટે, તમે નીચેના પગલાં અનુસરી શકો છોઃ

  • ઇમેઇલ સેવા પ્રદાતા પસંદ કરવાઃ એવા ઘણા ઇમેઇલ સેવા પ્રદાતાઓ છે, જેઓ ભારતીય ભાષાઓમાં ઇમેઇલ આઇડીનું સમર્થન પૂરું પાડે છે, જેવા કે ગુગલ, માઇક્રોસોફ્ટ અને રેડિફમેઇલ. તમે તમારી પસંદગીની ભારતીય ભાષા માટે સહાય કરે એવા ઇમેઇલ સેવા પ્રદાતાને પસંદ કરી શકો છો.
  • તમારી ઇચ્છિત ઇમેઇલ આઇડીની ઉપલબ્ધીને તપાસોઃ એક વખત તમે ઇમેઇલ સેવા પ્રદાતાને પસંદ કરી લો ત્યાર પછી તમે ભારતીય ભાષાઓમાં તમારું ઇચ્છિત ઇમેઇલ આઇડી ઉપલબ્ધ છે કે નહીં તે તપાસી શકો છો. તમારે વધુ માહિતી મેળવવા માટે પ્રદાતાની વેબસાઇટ તપાસવાની અથવા તેમની સહાય ટીમનો સંપર્ક કરવાની જરૂર પડી શકે છે.
  • નવું ઇમેઇલ એકાઉન્ટ બનાવવું: જો તમારું ઇચ્છિત ઇમેઇલ આઇડી ઉપલબ્ધ હોય તો તમે તમારી પસંદગીના ઇમેઇલ સેવા પ્રદાતા સાથે નવું ઇમેઇલ એકાઉન્ટ બનાવી શકો છો. તમારે તમારી વ્યક્તિગત અને સંપર્કની માહિતી પૂરી પાડવાની તેમ જ તમારું ઇચ્છિત ઇમેઇલ આઇડી અને ભાષા પસંદ કરવાની જરૂર રહેશે.
  • તમારા ઇમેઇલનાં સેટિંગ્સને કન્ફિગર કરોઃ એક વખત તમારું ઇમેઇલ એકાઉન્ટ બની જાય ત્યાર પછી તમે તમારી પસંદગી મુજબ યોગ્ય હોય એવા તમારા ઇમેઇલ સેટિંગ્સને કન્ફિગર કરી શકો છો, જેવા કે ફિલ્ટર્સ સેટ અપ કરવા, ફોરવર્ડ કરવા અથવા અન્ય ઇમેઇલ સંચાલન વિકલ્પો.
  • તમારા ઇમેઇલ આઇડીનો ઉપયોગ શરૂ કરોઃ એક વખત તમારું ઇમેઇલ એકાઉન્ટ સેટ અપ અને કન્ફિગર થાય ત્યાર પછી તમે ઇમેઇલ મોકલવા અને પ્રાપ્ત કરવા માટે ભારતીય ભાષાઓમાં તમારા ઇમેઇલ આઇડીનો ઉપયોગ શરૂ કરી શકો છો.

એ નોંધવું મહત્ત્વપૂર્ણ છે કે તમામ ઇમેઇલ સેવા પ્રદાતાઓ ભારતીય ભાષામાં ઇમેઇલ આઇડી માટે સહાય આપતા નથી, અને ભાષાની ઉપલબ્ધી પ્રદાતાને આધારે અલગ અલગ હોઇ શકે છે. આ ઉપરાંત, કેટલીક ભારતીય ભાષાઓ વિશિષ્ટ આવશ્યકતાઓ અથવા નિયંત્રણો ધરાવી શકે છે, તેથી વધુ માહિતી માટે ઇમેઇલ સેવા પ્રદાતા સાથે તપાસ કરવી મહત્ત્વપૂર્ણ છે.

હેલ્પ ડેસ્ક

icon for contact us

સરકાર.ભારત (અથવા સમકક્ષ) હેઠળ ડોમેઇન નામની નોંધણી કરવા માટે

ટોલ ફ્રી નંબર : 1800111555, 011-24305000

વેબસાઇટ્સ :https://servicedesk.nic.in


.bharaticon

સરકાર.ભારત (અથવા સમકક્ષ) હેઠળ ડોમેઇન નામની નોંધણી કરવા માટે

સંપર્ક : +91-11-48202040, +91-11-48202011,
+91-11-48202002
ઇમેઇલ : uasupport@nixi.in, rishab@nixi.in, rajiv@nixi.in, support@bhashanet.in